રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા ડાંગ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે આયોજિત "ફિટ ઈન્ડિયા" કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનુ આયોજના કરવામા આવ્યુ છે.
રાજ્યકક્ષાની આ "ચિત્રકલા" સ્પર્ધામા ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર "ફિટ ઈન્ડિયા" વિષય પર પોતાની કૃત્તિ તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવીને, તથા કૃત્તિની પાછળ સ્પર્ધકનું નામ, સરનામુ, સંપર્ક નંબર, ઈ મેઈલ આઈ.ડી. જેવી વિગતો ભરીને તા.૩૦/૦૧/૨૦૨૧ સુધીમા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, આશ્રમ રોડ, ડાંગ ક્લબ, આહવા ખાતે બપોરે ૧૨.૦૦ કલાક સુધીમા મોકલવાની રહેશે. કૃત્તિ સાથે સ્પર્ધકે પોતાના ઉંમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સ) ની નકલ પણ આપવાની રહેશે.
ત્યારબાદ આ કૃત્તિઓમાંથી ૧૦ કૃત્તિઓ પસંદ કરવામા આવશે, અને તા.૧૧/૦૨/૨૦૨૧ના રોજ જે તે જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે આ પસંદગી પામેલ ૧૦ કલાકારો વચ્ચેની રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૭૫૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૫૦૦૦/- એમ ત્રણ ઈનામો, સહીત બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૨૫૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500